Logo
International Journal of
Advanced Education and Research

Search

ARCHIVES
VOL. 2, ISSUE 2 (2017)
વડોદરા શહેરની માધ્યમિક શાળાઅોના શિક્ષકોના વ્યાવસાયિક કાર્યસંતોષનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ
Authors
ડૉ. રાજેશ
Abstract
વ્યવસાય પ્રત્યે કર્મચારીનું હકારાત્મક કે નકારાત્મક વલણ અથવા વિચાર એટલે કાર્યસંતોષ. કાર્યસંતોષએ વ્યક્તિને પોતાના કામમાં કેટલો આનંદ મળે છે તે સૂચવે છે. વ્યાવસાયિક સંતોષ માટે કહી શકાય કે મનોવૈજ્ઞાનિક, શારીરિક અને પર્યાવરણના સંજાગોમાં કોઇપણ સંયોજન કે જેને લીધે માણસ સાચી રીતે કહે કે મને મારા કામથી સંતોષ છે. વ્યાવસાય પ્રત્યે કર્મચારીનું હકારાત્મક કે નકારાત્મક વલણ અથવા વિચાર એટલે કાર્યસંતોષ. વ્યાવસાયિક સંતોષ માટે કહી શકાય કે મનોવૈજ્ઞાનિક, શારીરિક અને પર્યાવરણના સંજાગોમાં કોઇપણ સંયોજન કે જેને લીધે માણસ સાચી રીતે કહે કે મને મારા કામથી સંતોષ છે. જેના હેતુઅો વડોદરા શહેરની માધ્યમિક શાળાના શિક્ષકોના વ્યવસાયિક કાર્યસંતોષ પર જાતિયતાની અસરનો અભ્યાસ કરવો, વડોદરા શહેરની માધ્યમિક શાળાના શિક્ષકોના વ્યવસાયિક કાર્યસંતોષ પર અનુભવની અસરનો અભ્યાસ કરવો અને વડોદરા શહેરની માધ્યમિક શાળાના શિક્ષકોના વ્યવસાયિક કાર્યસંતોષ પર શૈક્ષણિક લાયકાતનો અભ્યાસ કરવો. વડોદરા શહેરમાં આવેલી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો વ્યાપવિશ્વ બને છે, જેમાંથી નિદર્શ તરીકે સ્તરીકૃત યાદૃચ્છિક ઝૂમખા નમૂના પસંદગી પદ્ધતિનો ઉપયોગ કરી ૧૦ માધ્યમિક શાળામાંથી કુલ ૧૧૫ શિક્ષકો, જેમાં ૭૪ પુરૂષ શિક્ષકો અને ૪૧ સ્ત્રી શિક્ષકોનો નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેના તારણો માધ્યમિક શાળાના પુરૂષ શિક્ષકો અને સ્ત્રી શિક્ષકોના વ્યવસાયિક કાર્યસંતોષમાં તફાવત જાવા મળતો નથી, માધ્યમિક શાળાના વધારે અનુભવ ધરાવતા શિક્ષકોનો વ્યવસાયિક કાર્યસંતોષ અોછા અનુભવ ધરાવતા શિક્ષકો કરતાં વધારે જાવા મળે છે અને માધ્યમિક શાળાના સ્નાતક શિક્ષકો અને અનુસ્નાતક શિક્ષકોના વ્યવસાયિક કાર્યસંતોષમાં તફાવત જાવા મળતો નથી.
Download
Pages:99-102
How to cite this article:
ડૉ. રાજેશ "વડોદરા શહેરની માધ્યમિક શાળાઅોના શિક્ષકોના વ્યાવસાયિક કાર્યસંતોષનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ". International Journal of Advanced Education and Research, Vol 2, Issue 2, 2017, Pages 99-102
Download Author Certificate

Please enter the email address corresponding to this article submission to download your certificate.